મુખ્ય સામગ્રી પર જાઓ
લાઈવ સબસિડી ટ્રેકર અપગ્રેડ ચાલુ છે

ગુજરાત સરકારી કૃષિ યોજનાઓ અને સબસિડી ગાઈડ

અમે ગુજરાતના ખેડૂતો માટે i-Khedut પોર્ટલ, PM-Kisan અને કૃષિ વિભાગની તમામ સબસિડીઓનું એક ઓટોમેટિક લાઈવ ટ્રેકર બનાવી રહ્યા છીએ. ત્યાં સુધી નીચેથી મુખ્ય યોજનાઓ અને જરૂરી દસ્તાવેજોની માહિતી મેળવો.

🏛️

ઓનલાઈન ફોર્મ ક્યાં ભરવું?

તમારા ગામના ઈ-ગ્રામ સેન્ટર (VCE) અથવા નજીકના સાયબર કાફે પરથી અરજી કરી શકાય છે.

સરકારી યોજનાઓ ઓનલાઈન ઉપલબ્ધ
યોજના ગાઈડ્સ Smart Khedut
બધી યોજના ગાઈડ જુઓ
Advertisement
AdSense Responsive Display Unit
📚

યોજનાની સંપૂર્ણ માહિતી જોઈએ છે?

પાત્રતા, અરજી પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો અને અન્ય ઉપયોગી માહિતી માટે અમારી સરકારી યોજના ગાઈડ્સ જુઓ.

બધી યોજના ગાઈડ જુઓ
સરકારી યોજનાઓ

ખેડૂતો માટે સૌથી ઉપયોગી સરકારી યોજનાઓ

આ મુખ્ય યોજનાઓ હેઠળ ખેડૂતોને સીધી આર્થિક સહાય અને સાધનો પર સબસિડી આપવામાં આવે છે.

બધી માર્ગદર્શિકા જુઓ
ખેતી સાધનો

i-Khedut સાધન સબસિડી

ટ્રેક્ટર, રોટાવેટર, થ્રેશર અને સ્પ્રિંકલર જેવા 50+ થી વધુ ખેતીવાડી સાધનોની ખરીદી પર 40% થી 50% સુધીની સીધી સબસિડી.

ખેડૂત સહાય

PM-Kisan સમાન નિધિ

દેશના તમામ નાના અને સીમાંત ખેડૂતોને ખાતર અને બિયારણના ખર્ચ માટે વાર્ષિક ₹6,000 ની સહાય (3 સીધા બેંક હપ્તામાં).

સિંચાઈ

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના

ખેતરમાં ટપક સિંચાઈ (Drip Irrigation) અને ફુવારા પદ્ધતિ વસાવવા માટે સરકાર દ્વારા 70% થી 80% સુધીની જંગી આર્થિક સહાય.

વીમા અને લોન

પાક વીમા અને કિસાન ક્રેડિટ કાર્ડ

અતિવૃષ્ટિ કે દુષ્કાળથી પાક નુકસાની સામે વીમો અને KCC (Kisan Credit Card) દ્વારા માત્ર 4% ના અત્યંત નીચા વ્યાજ દરે ખેતી લોન.

📁

ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો

કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે આટલા પ્રમાણપત્રો અને ડેટા અગાઉથી તૈયાર રાખો:

આધાર કાર્ડ અને પાન કાર્ડ
જમીનના 7/12 અને 8-અ ના ઉતારા
બેંક પાસબુક કે કેન્સલ ચેક
આધાર લિંક મોબાઈલ નંબર

જરૂરી દસ્તાવેજો યોજના પ્રમાણે અલગ હોઈ શકે છે. અરજી કરતા પહેલાં સંબંધિત યોજનાની સત્તાવાર માર્ગદર્શિકા તપાસો.

સરકારી યોજનાઓ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

i-Khedut પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાય છે?

i-Khedut પોર્ટલ પર વર્ષમાં વિવિધ સમયે (ખાસ કરીને ચોમાસા અને શિયાળુ વાવેતર પહેલાં) ખેતીવાડી સાધનો અને બિયારણ સબસિડી માટે ઓનલાઈન અરજીઓ શરૂ થાય છે.

PM-Kisan યોજનાનો હપ્તો કેવી રીતે ચેક કરવો?

તમે સત્તાવાર pmkisan.gov.in વેબસાઇટ પર જઈને તમારા આધાર કાર્ડ નંબર અથવા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર દ્વારા "Know Your Status" વિકલ્પ પરથી હપ્તાની માહિતી મેળવી શકો છો.

ટ્રેક્ટર અને ખેતીવાડી સાધનો પર કેટલી સબસિડી મળે છે?

સામાન્ય ખેડૂતો માટે સાધનની કિંમતના 40% અને નાના/સીમાંત/મહિલા ખેડૂતો માટે 50% કે સરકાર દ્વારા નક્કી કરેલ મહત્તમ મર્યાદા (જે ઓછું હોય તે) મુજબ સબસિડી મળવાપાત્ર છે.

Advertisement
AdSense In-Article Ad Unit
Smart Khedut Guides

યોજનાની સંપૂર્ણ માહિતી જોઈએ છે?

પાત્રતા, અરજી પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો અને અન્ય ઉપયોગી માહિતી માટે અમારી સરકારી યોજના ગાઈડ્સ જુઓ.

બધી યોજના ગાઈડ જુઓ